Monday, October 6, 2008

સોફ્ટવેર એન્જિનિયર્સને લાગુ પડતી કે સંબંધિત કહેવતો: LOL

  • કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય).
  • જેવો પ્રોજેક્ટ, તેવો
    કોડ (જેવો દેશ, તેવો વેશ).
  • પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી ને, ડેવલોપરને
    શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી ને, ડાહ્યીને શિખામણ આપે).
  • QA ને માથે
    કોડ (ગાંડીને માથે બેડું).
  • પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા
    (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા).
  • કોણે કહ્યું હતું, બેટા, સોફ્ટવેર
    એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતું, બેટા, બાવળે ચડજો?).
  • એક લાઇનની
    કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી).
  • ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર).
  • સો દિવસ પ્રોજેક્ટ
    મેનેજરનાં, એક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાં, એક દાડો વહુનો).
  • પ્રોજેક્ટ
    ક્રેશનો ભોગ બનેલો કોમેન્ટ્સનું પણ બેકઅપ લે.(દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને
    પીવે.)
  • એક્સેપ્શન કાઢતા બગ પેઠો.(બકરુ કાઢતા ઉંટ પેઠુ)
  • ડેસ્કટોપ
    પર ફાઇલ ને સર્ચએન્જિનમાં શોધાશોધ.(કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરો…પ્રેરણા -
    જુ.કિ. દાદા)
  • ઝાઝા પ્રોગ્રામર કોડ બગાડે.(ઝાઝા રસોઇયા રસોઇ બગાડે)